પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને ડોક્ટરો વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે દેશમાં આગળ વધ્યો છે. દિલ્હીના મોટાભાગના ખાનગી અને સરકારી ડોક્ટરોએ આજે પશ્ચિમ બંગાળમાં પ્રદર્શન કરી રહેલા પોતાના સાથીદારોના સમર્થનમાં હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર્સ પણ આજે હડતાળ પર ઉતરવાના છે.
પશ્ચિમ બંગાળમાં આજે લગભગ 10 હજાર ડોક્ટર હડતાળ પર છે. મહારાષ્ટ્રના રેસિડન્ટ ડોક્ટર્સ પણ સાંજે 5.00 કલાકે સાંકેતિક હડતાળ પર રહેશે. આ ઉપરાંત દેશના મોટાભાગના શહેરોમાં પણ ડોક્ટરો પશ્ચિમ બંગાળના ડોક્ટરોના સમર્થનમાં હડતાળ પર ઉતરવાના છે.
ડોક્ટરોની હડતાળની ગુંજ દિલ્હી સુધી પહોંચી છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને ગુરૂવારે દર્દીઓ અને તેમના સગાઓને સંયમ રાખવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સમક્ષ તેઓ ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવશે.