મહાનગર ટેલિફોન નિગર લિમિટેડના એક સમારંભમાં બોલતા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન શરદ પવારે ગુરૂવારે ક્યું હતું કે બહારથી મુંબઈ આવતા લોકોથી હું તંગ આવી ગયો છું. શરદ પવારે કહ્યું કે બહારનાં રાજ્યોમાંથી વધુ ને વધુ સંખ્યામાં લોકો મુંબઈ ખાતે આવી રહ્યા છે. મુંબઈ હવે વધુ સંખ્યામાં બહારના લોકોનો સમાવેશ કરી શકે એમ નથી. અગાઉ 1985માં મહારાષ્ટ્રના ત્યારના મુખ્યપ્રધાન વસંતરાવ પાટીલે કહ્યું હતું કે મુંબઈમાં મહારાષ્ટ્રથી અલગ કરવાની તજવીજ ચાલી રહી છે. વસંતરાવ પાટીલના એ નિવેદન પછી તરત જ યોજાયેલી મુંબઈની મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેના જીતી ગઈ હતી. શરદ પવારે ગુરુવારે કહ્યું હતું કે ગ્રામીણ મહારાષ્ટ્રમાંથી મુંબઈ ખાતે બહુ કમ પાસે હવે બહારના વધુ માણસોને સમાવવાની ક્ષમતા કે સગવડ જ નથી. શરદ પવાર ડિવેસ્ટિંગ મૂડમાં હતા. તેમણે કહ્યું કે ભારતના અન્ય કોઈ પણ શહેર કરતાં મુંબઈ વધુ સંખ્યામાં ગુજરાતીઓ, મલયાલીઓ અને હિંદીભાષી લોકો વસે છે. અમદાવાદમાં છે એના કરતાં મુંબઈમાં વધુ હિંદીભાષી લોકો છે. કેરળમાં છે એનાથી વધુ મલયાલીઓ એકલા મુંબઈમાં છે. મુંબઈના વસતિમાં 70 ટકા લોકો બહારના (બિનમહારાષ્ટ્રી) છે. શરદ પવારના નિવેદનથી ગુજરાતીઓ પણ ભડકશે, કારણ કે ગુજરાતીઓ એમ માને છે કે અમે જ મુંબઈને સમૃદ્ધ બનાવ્યું છે. એટલે મુંબઈ ઉપર અમારો પણ સમાન અધિકાર છે. શરદ પવારના નિવેદનથી નિધાનસભાની આગામી ચૂંટણીઓમાં કદાચ કોંગ્રેસને નુકસાન થશે. વચ્ચે , મુંબઈની વડી અદાલતના એક જજે કહ્યું હતું કે મુંબઈ હવે સ્ટેચ્ચુરેટેડ થઈ ગયું છે અને બહારથી માણસોને મુંબઈ માં આવવા દેવા જોઈએ નહી. એ વખતે ચશ્મિસ્ટ સમીક્ષકોએ ભારતનાં બંધારણની મૂળભૂત અધિકારવાળી કમલ ટાંકીને કહ્યું હતું કે ભારતના નાગરિકને દેશમાં કોઈ પણ સ્થળે જઈને વસવાટ તથા ધંધારોજગાર કરવાનો અધિકાર છે. આ ચશ્મિસ્ટ નિષ્ણાતાએ બંધારણના અક્ષરનું પરિશીલન કર્યું છે પણ તેમણે એની ભાવનાને પિછાણી નથી. જે સુજ્ઞ વાચકને રોજ સવારે આઠથી દસના વચ્ચે દહીંસર સ્ટેશનેથી ચર્ચગેટ માટેની લોકલ ટ્રેન પકડવાનો મહાવરો છે તેઓ સુપેરે જાણે છે કે મુંબઈની લોકલગાડીઓ સિલાઈએથી અને સીલિંગથી ફટાફટ થઈ રહી છે. લોકોના છાપરા ઉપર ચડીને જીવને જોખમે પ્રવાસે કરે છે. કોંગ્રેસી શાસકોના 47 વર્ષના દુષ્ટ શાસનને પાપે ગામડામ ભામગીને ટીંબો થયા છે. ગામડાંમાં હવે રોજી રહી નથી. કારીગરો રહ્યા નથી. સૌ શહેરો ભણી હડી કાઢે છે. સૌ શહેરોની ભુંડીભખ ઝુંપડપટ્ટીઓમાં પશુથીય બદ જીવતર વ્યતીત કરે છે. પરંતુ શાસકોના આ પાપને લીધે મુંબઈને થોડુ મારી નખાય છે. મુંબઈ મરી રહ્યું છે. તેના ધોરી માર્ગા ઉપરથી પસાર થનારને તેના ઝેરી કાર્બન ડાયોક્સાઈડનો અનુભવ થાય છે. મુંબઈની સુધરાઈ ઉપર અસહ્ય બોજ પડે છે. ઝુંપડપટ્ટીઓમાં ફક્ત પાણીની સોઈ કરવી, વીજળીનો પ્રબંધ કરવો, પ્રાથમિક શાળાઓનું સંચાલન કરવું અને દવાખાનાં તથા ઈસ્પિતલો ચલાવવી એ બધું હવે કમ્મરતોડ બોજો નાખી રહ્યું છે. મુંબઈની સુધરાઈ તૂટી તૂટીને પાણીથી માંડીને ટ્રાન્સપોર્ટ સુધીની અનેખ આવ્યા કરે છે. બૃહદ્ મુંબઈના વસતિ સવા કરોડની થઈ ગઈ છે. રસ્તાઓ ઉપર ટ્રાફીક સિગ્નલો અત્યારે લગભગ પરમેનન્ટ રેડ લાઈટ દેખાડ્યા કરે છે. લોકલ ટ્રેનોમાં એક કલાકથી વધારે સમય ઘેટાબકરાની કે સાર્ડિન માછલીઓની જેમ ભીસાઈને પુરાઈને રોજ બે વાર પ્રવાસ કરનાર મનુષ્યોની દયા જ ખાવા જેવું છે. દહીસરથી દાદરનું અને દહીંસરથી ચર્ચગેટનું કાર્ડટિકિટનું ભાડું સાત રૂપિયા છે. 50 લાખ માણસો રોજ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરે છે છતાં તેમને માટેની સગવડો વધારવા માટે સરકારી રેલવેતંત્ર પાસે પૂરતાં નાણા નથી. છાશવારે અને છાશવારે લોકો પથ્થરો મારીને શોકેસીસ, ઘડિયાળો તથા સિગ્નલો તોડી નાખે છે. જરૂર પડે તો બંધારણમાં સુધારો કરીને પણ બહારથી મુંબઈમાં આવતો પ્રવાસ રોકવો જ જોઈએ. શરદ પવારના નિવેદનને પાર્ટી પોલિટિક્સમાં ગૂંચવી મારવાને બદલે મુખ્યપ્રધાનની વાતને રાઈટ સ્પિરિટમાં લઈને સૌએ ભેળાં મળીને આ દિશામાં વિચારવું જોઈએ તો મુંબઈમાં દસ કે તેથી વધુ વર્ષોથી વસતા માનવીને આઈડેન્ટિટી કાર્ડ આપવું જોઈએ. મુંબઈ જીવતું નરક બની ચૂક્યું છે. હજી વધુ માણસો આવે તો મુંબઈ એક દિવસ મોહેં જો દરો જેવું મૃત શહેર બની જશે. હજી આજથી માત્ર 40 વર્ષ પહેલાં ઘાટકોપરમાં 250 રૂપિયાની ડિપોઝીટમાં બાર ફૂટ બાય બાર ફૂટની સિંગલ રૂમ માસિક 15 રૂપિયાને ભાડે મળતી હતી. આજે આવી સિંગલ રૂમની પાઘડી પોણા બે લાખ રુપિયા આવે છે. રહેઠાણ લેતાં તો નાગરિકોને માંએ ફીણ આવી જાય છે. દૂરનાં ઉપનગરોમાં (ડોંબિવલીમાં, થાણેમાં, નાયગામમાં) રહેઠાણો પ્રમાણમાં સહેજ સસ્તા મળે છે. આમે આજે મુંલુંડની અને કલ્યાણની વચ્ચે તેમ જ બોરીવલીની અને વિરારની વચ્ચે પ્રચંડ પ્રમાણમાં વસતિના મિક્સ અને ગંજાર થકી એટલું તો સ્ફોટક બની ગયું છે કે એક ચિનગારી કાફી થઈ પડશે. જો સમાજ અને શાસન એક થઈને બહારથી આવતા માઈગ્રન્ટ્સને નહીં ખાળે તો કુદરત પછીથી કુદરતનું કામ કરશે. છેલ્લું અટ્ટહાસ્ય માલ્થુઝનું હશે.