સુરેન્દ્રનગર જિલ્લાના ઘઉં અને ચોખાનો જથ્થો નહીં ફાળવાતા પાટડી તાલુકાની 190 આંગણવાડીના 6000થી વધુ ભુલકાઓ છેલ્લા ચાર માસથી પૌષ્ટીક આહારથી વંચિત હતા. આખરે તંત્ર દ્વારા ફાળવણી કરવામાં આવતા હવે ચાર મહિના પછી અહીંના નાના નાના ભુલકાઓ પૌષ્ટીક આહાર મળશે. છેલ્લાં ચાર માસથી ઘઉં અને ચોખાનો જથ્થો ના ફાળવાતા પૌષ્ટીક આહારથી વંચિત હતા.