દેશના એક સમયના અગ્રણી ઉદ્યોગપતિ અને હાલ ભાગેડુ આર્થિક ગુનેગાર વિજય માલ્યાએ ગુરુવારે જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને બેન્કોએ તેમના દેવાં કરતાં બમણી વસૂલી કરી છે. આમ છતાં તેમને હજુ પણ ભાગેડુ આર્થિક ગૂનેગાર ગણાવાઈ રહ્યા છે. તેઓ આ અંગે રાહત માગશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને સંસદમાં કહ્યું હતું કે, સરકારે માલ્યાની ટાંચમાં લીધેલી સંપત્તિઓમાંથી રૂ. ૧૪,૧૩૦ કરોડથી વધુની વસુલાત કરીને બેન્કોને પાછા આપ્યા છે.