કોંગ્રેસ ના પ્રમુખ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે હવે રાજ્યસભામાં વિપક્ષના નેતા રહેશે નહીં. મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી પોતાનું રાજીનામું સોનિયા ગાંધીને સોંપી દીધું છે. ખડગેએ આ નિર્ણય લીધો છે કારણ કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે.