કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મલ્લિકાર્જૂન ખડગે જીત્યા છે. કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના અધ્યક્ષ મળ્યા છે. ખડગેને 7,897 મત મળ્યા હતા જ્યારે શશી થરૂરને 1,072 મત મળ્યા હતા. ખડગેએ 8 ગણા વધુ મતથી જીત પ્રાપ્ત કરી છે. 9500 જેટલા સભ્યોએ મતદાન કર્યા પછી આજે કોંગ્રેસના પ્રમુખ માટેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મત ગણતરી 10:00 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. એંસી વર્ષીય મલ્લિકાર્જુન ખર્ગે જીતે કે 66 વર્ષીય શશી થરૂર એક ચીજ નક્કી છે કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના છેલ્લા 24 વર્ષમાં પ્રથમ વખત નેહરુ કે ગાંધી કુટુંબની બહારની વ્યક્તિ પ્રમુખ તરીકે મળ્યા છે.