લોકરક્ષક દળ (LRD)ની ભરતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે રાજકોટમાં ચારણ, ભરવાડ અને રબારી સમાજ આક્રોશ પ્રદર્શન કરવા મોટી સંખ્યામાં ભેગા થયાં છે. ત્રણેય સમાજના આગેવાનો દ્વારા જાહેર સભા સંબોધવામાં આવી હતી. સભામાં અસ્થિ કળશ બતાવવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે પ્રતિકરૂપી અસ્થિ કળશ કબ્જે કર્યો હતો. સભા બાદ રેલી નિકળી હતી પરંતુ રેલીની મંજૂરી મળી નથી. રેલીના સ્વરૂપમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે આંદોલન
ઉલ્લેખનીય છે કે LRDની ભરતીમાં અનુસૂચિત જાતિ કેટેગરીમાં સમાવવામાં ન આવતા ભારે રોષ છે. મોરબી રોડથી કલેક્ટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ રેલી કાઢી હતી. છેલ્લા એક મહિનાથી બરડા, ગીર અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા ત્રણેય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી ત્રણેય સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે.