મહેસાણાના રાજપુરથી નંદાસણ સુધી માલધારી સમાજની આજે યોજાયેલી જંગી રેલીમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી છે. ગૌ રક્ષકની હત્યાના વિરોધમાં મોટી સંખ્યામાં માલધારીઓની રેલી યોજાઈ હતી. નંદાસણ પોલીસ સ્ટેશનથી અડધો કિલોમીટર દૂર રેલી અટકાવાઈ હતી અને પોલીસ પર કાંકરીચાળો કરતા મામલો તંગ બન્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ટીયર ગેસનો મારો ચલાવ્યો હતો.