મલેશિયાના વડા પ્રધાન મોહિઉદ્દીન યાસીને સત્તા સંભાળ્યાના 18 મહિના કરતા પણ ઓછા સમયમાં સોમવારે મલેશિયાના રાજાને રાજીનામુ સોંપી દીધુ. તેઓ દેશની સત્તામાં સૌથી ઓછા સમય સુધી આસીન રહેનારા નેતા બની ગયા છે. તેઓ માર્ચ 2020માં વડા પ્રધાન બન્યા હતા.
અગાઉ તેમણે એ સ્વીકાર કર્યો હતો કે શાસન કરવા માટે આવશ્યક બહુમતનુ સમર્થન તેમણે પ્રાપ્ત નથી. વિજ્ઞાન મંત્રી ખૈરી જમાલુદ્દીને ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ, મંત્રીમંડળે રાજાને રાજીનામુ સોંપી દીધુ છે. અગાઉ યાસીન સોમવારે મલેશિયાના રાજાને મળવા રાજમહેલ પહોંચ્યા હતા. જે બાદ તેમણે રાજીનામુ આપી દીધુ. નાયબ ખેલ મંત્રી વાન અહેમદ ફયહસલ વાન અહેમદ કમાલે ફેસબુક પર પોસ્ટ લખી જેમાં મુહિઉદ્દીનના નેતૃત્વ અને સેવા માટે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.