સેબીએ નાણા મંત્રાલયને સ્ટોક ટ્રેડિંગ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ટેક્સના નિયમો સરળ બનાવવા કહ્યું છે. જો આ માગણી સ્વીકારાશે તો ઇક્વિટી બજારમાં તેજી જોવા મળશે. સેબીએ બજેટ અંગેની ભલામણો રજૂ કરતાં કહ્યું કે સ્ટોક ટ્રેડિંગ માટે એસટીટી ઘટાડવા અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ માટેનો હોલ્ડીંગનો ગાળો 36 મહિનાથી ઘટાડી 12 મહિના કરવા કહ્યું છે.