કેન્દ્ર સરકારે ગુરુવારે સુરક્ષાના કારણોથી લેપટોપ, ટેબ્લેટ્સ અને ચોક્કસ પ્રકારના કમ્પ્યુટર્સની આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્ર સરકાર મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ ઈલેક્ટ્રોનિક વસ્તુઓના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માગે છે તેવા સમયે આ નિર્ણય લેવાયો છે. વધુમાં કેન્દ્રના આ નિર્ણયથી આ ચીજવસ્તુઓના મોટા નિકાસકાર ચીનને વધુ ફટકો પડવાની શકયતા છે. આ વસ્તુઓની આયાત કરતા આયાતકારોએ હવે સરકારમાંથી મંજૂરી અથવા લાઈસન્સ લેવું પડશે.