પારડી નગરપાલિકાની બુધવારે મળેલી કારોબારી સમિતીની બેઠકમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંગે પાલિકાના પછાત વિસ્તારમાં મોબાઇલ ટોયલેટ વાન મુકી તેનો ઉપયોગ કરનારને સામેથી રૂપિયા 5 આપવાનો નુસખો અમલમાં મુકવા અંગે ચર્ચા થઇ હતી. 29મીએ સામાન્ય સભામાં મંજૂરી મળે તો નગરના સ્લમ વિસ્તારમાં આ વાન ફરતી થઈ જશે.
પારડી નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક સમિતિ ચેરમેન દેવેન્દ્ર શાહના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં પેવર બ્લોકનાં રસ્તા નિર્માણ માટેનાં વિવિધ ટેન્ડરો તથા તળાવ બ્યુટીફિકેશન માટેના ટેન્ડરો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.