હરિયાણામાં ભાજપ, જમ્મુ-કાશ્મીરમાં નૅશનલ કોન્ફરન્સ-કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી, કોની જીત થઈ, કોણ હાર્યું?
મંગળવારે સાંજે મતગણતરી પૂર્ણ થઈ હતી, જેમાં હરિયાણામાં ભાજપને 48 બેઠકોમાં જીત મળી છે. કૉંગ્રેસ પાર્ટીને 36 બેઠકો મળી છે. હરિયાણા વિધાનસભામાં 90 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 46 બેઠકની જરૂર હોય છે.
હરિયાણા સાથે-સાથે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. અહીં નૅશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી મળી ગઈ છે.
નૅશનલ કોન્ફરન્સને 42 બેઠક પર જીત મળી છે અને કૉંગ્રેસના ખાતામાં છ બેઠક આવી છે. તો ભાજપને 29 બેઠક મળી છે. પીડીપીને માત્ર ત્રણ બેઠક મળી છે.
આ સિવાય માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ), જમ્મુ-કાશ્મીર પીપુલ કોન્ફરન્સ (જેપીસી) અને આમ આદમી પાર્ટીને એક-એક બેઠક મળી છે. જ્યારે સાત બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં કુલ 90 બેઠક છે અને બહુમત માટે 46 બેઠક જોઈએ. નૅશનલ કોન્ફરન્સ-કૉંગ્રેસ ગઠબંધને 48 બેઠક જીતી છે.
જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી થઈ છે. છેલ્લે ભાજપ અને પીડીપીએ મળીને સરકાર બનાવી હતી. એ સમયે મહેબૂબા મુફ્તી મુખ્ય મંત્રી બન્યાં હતાં. જોકે ભાજપ-પીડીપીના ગઠબંધનવાળી સરકાર પાંચ વર્ષ પૂરાં કરી નહોતી શકી.
કયો મોટા નેતાઓ હાર્યાં
ઇલ્તિજા મુફ્તી: પીડીપી, શ્રીગુફવારા-બિજબેહારા બેઠકથી
રવીન્દ્ર રૈના: ભાજપ, નૌશેરા બેઠકથી 10493 મતે પાછળ
સજ્જાદ ગની લોન: પીપલ્સ કોન્ફરન્સ, કુપવાડા બેઠકથી
હરિયાણાના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી અને જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા ઉચાના કલાં બેઠકથી
આઈએનએલડીના અભય ચૌટાલા ઍલેનાબાદ બેઠકથી
મોટી જીત
ઓમર અબ્દુલ્લાહ: નૅશનલ કોન્ફરન્સ, બડગામ અને ગાંદરબલથી બેઠકથી
વીનેશ ફોગાટ જુલાના બેઠકથી
સાવિત્રી જિંદાલ હિસાર બેઠકથી
આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકની ડોડા વિધાનસભા બેઠકથી