T20 વર્લ્ડ કપ 2024ની 48મી મેચમાં આજે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 148 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 127 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ અફ્ઘાની ટીમે સુપર-8માં મોટો ઉલટફેર કરતા કાંગારુ ટીમને 21 રને હરાવ્યું હતું. આ મેચમાં ગુલબદીન પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.