બિહારના મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ ચેન્નાઈ નજીક એક માલગાડી સાથે અથડાઈ હતી, ત્યારબાદ ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટના કાવરાઈપેટ્ટઈ રેલવે સ્ટેશન પાસે બની હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 12 ડબા પાટા પરથી ખડી પડ્યા હતા અને લગભગ 20 મુસાફરો ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.