મધ્ય પ્રદેશના ખંડવામાં મશાલ જુલૂસના સમાપન સમારોહમાં દુર્ઘટના ઘટી. મશાલ મૂકતી વખતે અમુક ઊંધી થઈ ગઈ અને આગ ભડકી ગઈ. દુર્ઘટનામાં 50થી વધુ લોકો સળગી ગયા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જુલૂસમાં એક હજારથી વધુ મશાલો હતી. તેમાંથી 200 મશાલો સળગાવવામાં આવી હતી. મશાલમાં લાકડાનો વહેર અને કપૂરનો ભૂક્કો હતો, જેનાથી આગ વધુ ભડકી ગઈ. મશાલ જુલૂસનું આયોજન રાષ્ટ્ર ભક્ત વીર યુવા મંચે કર્યું હતું.