ઉત્તરપ્રદેશના (UP) સુલતાનપુરથી (Sultanpur) એક મોટા સમાચાર આવ્યા છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક લાખના ઇનામી આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર વિનોદ ઉપાધ્યાય નું એન્કાઉન્ટર કર્યું છે. ગોરખપુર પોલીસે (Gorakhpur Police) વિનોદ કુમાર ઉપાધ્યાય પર 1 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.
જણાવી દઈએ કે, વિનોદ ઉપાધ્યાય (Vinod Upadhyay) નું નામ યુપીના ટોપ-10 માફિયાઓની યાદીમાં સામેલ હતું. શુક્રવારે વહેલી સવારે, સુલતાનપુર જિલ્લામાં તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.