ગેંગસ્ટર ટેરર ફંડિંગ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવા કુલ 70 સ્થળો છે જ્યાં NIAના દરોડા ચાલી રહ્યા છે. આ દરોડો ગેંગસ્ટર અને તેના નજીકના લોકોના ઠેકાણા પર પડયો છે.
જાણકારી અનુસાર NIAના આ દરોડા તમામ રાજ્યોમાં ફેલાયેલા ગેંગસ્ટર અને તેના સિન્ડિકેટને લઈને કરવામાં આવી રહ્યા છે. અગાઉ ગયા વર્ષના અંતમાં દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક રાજ્યોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.