ઈન્ડિયન રેલવે પર્સનલ સર્વિસના અધિકારી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla)ની પુત્રી અંજલી બિરલાએ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)નો દરવાજો ખખડાવ્યો છે. અંજલી બિરલા પર કરવામાં આવી રહેલા વિવાદિત દાવા પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. કોર્ટે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટને હટાવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ગૂગલ (Google) અને એક્સને 24 કલાકની અંદર વિવાદિત પોસ્ટને હટાવવા માટે કહ્યું છે. અંજલિએ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા તે દાવાને પડકાર આપ્યો છે કે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પિતાના પ્રભાવના કારણે તેમણે યુપીએસસી પરીક્ષા પાસ કરી.