રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે (14મી જૂન) અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. તેની આસપાસમાં આવેલા કુલ સાત જેટલા ગોડાઉન સુધી આગ પહોંચી ગઈ છે. ફાયર વિભાગની 11 જેટલી ગાડીઓ હવે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહી છે. કાપડ અને સિન્થેટિક હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ છે.