લોકસભા ચૂંટણીને લઈને દેશમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા છે. તમામ પક્ષોના ઉમેદવારો પણ પોતપોતાના વિસ્તારોમાં જઈને પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરીને પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. તો જાણીએ શું છે સમગ્ર મામલો?
શું છે સમગ્ર મામલો?
આમ આદમી પાર્ટીએ હરિયાણાના કૈથલમાં બે જાહેરસભાઓ યોજવા માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી માગી હતી. આના પર ચૂંટણી પંચે તેમની અરજીઓ ફગાવી દીધી હતી. આપનો આરોપ છે કે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આપેએ ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માગ કરી હતી.