ઝારખંડ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ આલોક દુબે અને ડો. રાજેશ ગુપ્તા સહિત 4 નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસે આ ચાર નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. શિસ્ત સમિતિએ આલોક દુબે, લાલ કિશોર નાથ શાહદેવ, ડો. રાજેશ ગુપ્તા અને સાધુ શરણ ગોપને રાજ્ય નેતૃત્વ વિરુદ્ધ પ્રવૃત્તિઓ માટે સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી.
આ નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલા હોવાના કારણે કોંગ્રેસે તેમની સામે કાર્યવાહી કરી હોવાનું ચોક્કસ કહેવાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ નેતાઓએ પ્રદેશ નેતૃત્વ સામે આંદોલન શરૂ કર્યું હતું.