ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કીંગ વેબસાઈટએ પોતાની યુઝર્સ પોલીસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. તેના અનુસાર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ બનાવા યુઝર્સએ પોતાનું ઓફીશીયલ ફોટો આઈડીથી ઉંમરનો પુરાવો આપવો પડશે. યુએસ ચાઈલ્ડ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ મુજબ લોકોના અંગત ડેટા એકત્રિત કરવા માટે કંપનીઓને ૧૩ વર્ષથી વધુ ઉમરનાં લોકોના માતા પિતા કે ગાર્ડિયનની પરવાનગી લેવી જરૂરી નથી.