છેલ્લાં કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓએ પોતાનો મજબૂત દાવો નોંધાવ્યો છે. મનીષ પાંડે, શ્રેયસ અય્યર, ઋષભ પંત અને વિજય શંકર જેવા ખેલાડીઓ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. એવામાં ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓ એવા પણ છે જે આગામી વર્ષે વર્લ્ડકપ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. તેવા સમયે યુવા ખેલાડીઓ પર વધારે આશા રખાઈ રહી છે.