લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે પાંચ દિવસ જેટલો સમય બાકી છે જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે રાજ્યમાં 35 અધિકારીઓના બદલી અને પ્રમોશનના ઓર્ડર જાહેર કર્યા છે.
ગુજરાતમાં આઈપીએસ પોસ્ટિંગને ઓર્ડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસની બદલી અને પ્રમોશનના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ અધિકારીઓની બદલી અને પ્રમોશન કરવામાં આવ્યું છે. આ ઓર્ડર મુજબ હસમુખ પટેલ સહિત 20 આઈપીએસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો જી.એસ. મલેકને ડીજી તરીકે પ્રમોટ કરાયા છે