કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થયા છે. નવા મહાસચિવો અને પ્રભારીઓ તરીકે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ અને અનુભવી નેતાઓને મોટી જવાબદારી સોંપી છે. પાર્ટીએ બિહાર, પંજાબ, મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં નવા પ્રભારી નિયુક્ત કરાયા છે.
ભૂપેશ બઘેલને મહાસચિવ બનીને પંજાબની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય સૈયદ નાસિર હુસૈનને મહાસચિવ બનાવીને જમ્મુ કાશ્મીરની જવાબદારી આપવામાં આવી છે. અજય કુમાર લલ્લૂને ઓડિસાના પ્રભારી બનાવાયા છે.