કોરોના વાયરસના સંક્રમણ (Coronavirus India) પર કાબૂ મેળવવા માટે ભારતે પોતાની ટેસ્ટિંગ રણનીતિ બદલી છે. અત્યાર સુધી દેશમાં જિલ્લા આરોગ્ય અધિકારી, કોઈ ડૉક્ટર અથવા જે તે વિસ્તારના તંત્ર તરફથી રેન્ડમ તપાસ દરમિયાન જ કોવિડ 19નો ટેસ્ટ થઈ શકતો હતો પરંતુ હવે કોઈ પણ વ્યક્તિ તેની કોવિડ 19ની તપાસ કરાવી શકે છે. ICMR તરફથી શુક્રવારે કોવિડ-ટેસ્ટિંગ મામલે નવી એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં ટેસ્ટિંગ ઑન ડિમાન્ડ (કોઈ વ્યક્તિને જરૂરી લાગે તો ટેસ્ટિંગ કરાવી શકે)ની છૂટ આપવામાં આવી છે. જોકે, સાથે સાથે ICMR તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે જે તે રાજ્ય પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે આ છૂટમાં ફેરફાર કરી શકે છે.
ICMRની એડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, "જે લોકો બીજા દેશની મુસાફરી કરી રહ્યા હોય કે પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરતા હોય તેમના કોવિડ-19 ટેસ્ટ એન્ટ્રી પોઈન્ટ પર જ નેગેટિવ હોય તો જરૂરી છે. આ ઉપરાંત એવી પણ ભલામણ કરવામાં આવી છે કે કેન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા તમામ લોકોનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવો જોઇએ. એવા શહેરોમાં તો ખાસ જ્યાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધારે ફેલાયું છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે તે રાજ્ય પોતાની સુવિધા અને જરૂરિયાત પ્રમાણે આ નિયમમાં ફેરફાર કરી શકે છે.