લોકસભાની ચૂંટણી ટાણે પશ્ચિમ બંગાળ (West Bengal)ના સંદેશખાલી ફરી ચર્ચામાં આવ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ આજે તપાસ કરવા માટે ત્યાં દરોડા પાડ્યા છે, જેમાં એક ટીએમસી નેતાના સંબંધીના ઘરેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારુગોળો મળી આવ્યો છે. ત્યારબાદ એનએસજીની બૉમ્બ સ્ક્વોટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીજીતરફ મમતા બેનરજી સરકારે (Mamata Banerjee Government) સીબીઆઈની કાર્યવાહી વિરુદ્ધ સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. મમતા સરકારે હાઈકોર્ટે સીબીઆઈને દરોડા પાડવાની મંજૂરી આપી હોવાના આદેશને પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.આર.ગવાઈની ખંડપીઠે રાજ્ય સરકારની અરજી પર 29 એપ્રિલે સુનાવણી હાથ ધરશે.