નીટ પેપર લીક કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ આજે ઝારખંડમાં સપાટો બોલાવ્યો છે. સીબીઆઈએ ઝારખંડના હજારી બાગમાંથી ઓએસિસ શાળાના પ્રિન્સિપાલ એહસાન ઉલ હક અને વાઈસ-પ્રિન્સિપાલ ઈમ્તિયાજ આલમની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એહસાન ઉલ હક NTAનો સિટી કો-ઓર્ડિનેટર અને ઈમ્તિયાજ આ જ સ્કૂલના સેન્ટરનો કો-ઓર્ડિનેટર હતો. સીબીઆઈની ટીમ બંનેને લઈને બિહાર જવા માટે રવાના થઈ છે. બંને પૂછપરછમાં હજુ મોટા ખુલાસા થવાની સંભાવના છે