જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી. 9 એપ્રિલથી શરૂ થયેલા આ સંયુક્ત ઓપરેશનમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં શુક્રવારે મોડી રાત્રે 2 આતંકવાદીઓને અને આજે સવારે 1 આતંકવાદીને મારી નાખવામાં આવ્યો હતો.
ત્રણેય આતંકવાદીઓ પર 5 લાખ રૂપિયાનું ઈનામ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશનો એક ટોચનો કમાન્ડર પણ સામેલ છે. આ ત્રણેય પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરુ જંગલ વિસ્તારમાં આ કાર્યવાહી ચાલી રહી છે. સેના અને અન્ય સુરક્ષા દળોએ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી.