અમેરેલીમાં લેટરકાંડના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પાયલ ગોટીના સરઘસના વિરોધમાં રાજકીય નેતાઓથી લઈને સમાજના આગેવાનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન લેટરકાંડમાં સામેલ અન્ય 3 આરોપીમાંથી એક આરોપી પર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લેટરકાંડમાં સામેલ આરોપી અશોક માંગરોળીયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરી દેવાયો છે.