ભારતમાં નિયમોના ઉલ્લંઘનનોલ મામલો સામે આવ્યા બાદ વોટ્સએપએ સપ્ટેમ્બર મહિનામાં 85 લાખથી વધુ બેડ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. નવા આઈટી નિયમ 2021 હેઠળ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મના માસિક અનુપાલન રિપોર્ટમાં આ ખુલાસો થયો હતો.
ક્યારે કરી આ કાર્યવાહી?
1થી 30 સપ્ટેમ્બર વચ્ચે કંપનીએ 85 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો અને યૂઝર્સને કોઈપણ રિપોર્ટ પહેલાં તેમાંથી 16 લાખથી વધુ એકાઉન્ટ પર સક્રિય રીતે પ્રતિબંધ મૂકી દીધો હતો.