ભારતીય સેનાએ આજે (14 જુલાઈ) મોટી ઘૂસણખોરી અટકાવવામાં સફળ થઈ છે. જમ્મુ-કાશ્મીરના એલઓસી પાસે કેરન સેક્ટરમાં આતંકવાદીઓએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સેનાએ આતંકીઓની નાપાક હરકતને નિષ્ફળ કરી દીધી છે. સૈન્ય સૂત્રોના જણાવ્યા મુજબ આ દરમિયાન સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ જણાવ્યું કે, આતંકવાદીઓની શોધખળ, તેમની પ્રવૃત્તિઓ, ઘૂસણખોરી પર સેનાની બાજ નજર છે અને તેમને અટકાવવામાં માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. હાલ ઠાર કરાયેલા આતંકવાદીઓના મૃતદેહો અને હથિયારો-દારુગોળો જપ્ત કરવામાં આવ્યો છે.