ઉત્તર પ્રદેશમાં સંભલના સપા સાંસદ જિયાઉર્રહમાન બર્કની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. વીજળી ચોરી મામલે વીજળી વિભાગે બર્ક પર હવે 1 કરોડ 91 લાખનો દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, જૂનું મીટર બદલવા અને મીટર ટેપરિંગની વાત સાર્વજનિક કર્યા બાદ હવે વીજળી વિભાગે બર્કના ઘરે ઉપયોગ થતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની લિસ્ટ રજૂ કરી છે. ચોંકાવનારી વાત છે કે, આ વીજળી વિભાગે સવારે જણાવ્યું હતું કે, બર્કના ઘરે છેલ્લાં એક વર્ષે મીટર રીડિંગ શૂન્ય મળી રહ્યું છે. વળી, હવે જે લિસ્ટ સામે આવ્યું છે, તેમાં બર્કના ઘરેથી 16.5 હજાર વૉટના ઉપકરણ મળી આવ્યા હોવાની વાત કરવામાં આવી છે.