સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્ત્વના અવલોકનમાં જણાવ્યું હતું કે, જે રીતે રમખાણો અને હિંસા અટકાવવા માટે પોલીસને લાઠી વડે સજ્જ કરવા અને બેરિકેડ મૂકવા જરૂરી છે તેવી જ રીતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ટેલિવિઝન પર ફેલાવાતી નફરત અને ધિક્કારને અટકાવવા જરૂરી છે. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને સંબોધીને ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું કે, લોકોને હિંસા અને રમખાણો માટે ઉશ્કેરતા ચોક્કસ પ્રકારના મીડિયા અહેવાલો પર નિયંત્રણ મેળવવું એ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા છે. ચીફ જસ્ટિસ બોબડેએ જણાવ્યું હતું કે, અદાલત એમ કહેવા નથી માગતી કે સરકારી નિયંત્રણ દ્વારા ટેલિવિઝનના વાણી સ્વાતંત્ર્ય પર નિયંત્રણ લાદી દેવામાં આવે. જ્યાં સુધી હિંસા, ધિક્કાર માટે ઉશ્કેરણી થતી નથી ત્યાં સુધી ટીવી ચેનલ પર લોકો ગમે તે સ્વરમાં વાત કરી શકે છે.