હાથરસમાં થયેલી ભયંકર દુર્ઘટનાએ 122 લોકોનો ભોગ લીધો હતો. સમગ્ર દેશ આ ઘટનાથી શોકગ્રસ્ત છે. ત્યારે આ દુર્ઘટનાના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની દિલ્હીના ઉત્તમ નગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. જો કે સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાના વકીલ એપી સિંહે દાવો કર્યો છે કે મધુકરે યુપી પોલીસ અને STF સમક્ષ સરેંડર કર્યું છે. વકીલે કહ્યું કે મધુકર હૃદય રોગથી પીડિત છે. આથી તેણે પોલીસ સમક્ષ સરેંડર કર્યું છે.