મુંબઈની ગૂમ થયેલ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર અશ્વિની બિદરે-ગોરેનાં કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. તેમનાં ગૂમ થવા બાબતે ધરપકડ કરાયેલા આરોપીમાંથી એકે જણાવ્યું હતું કે ગૂમ થયેલી આસિસ્ટન્ટ પીઆઈને મુખ્ય આરોપી સિનિયર ઇન્સપેક્ટર અભય કુરુંદકરે કાપીને ફેંકી બે દિવસ પોતાના ફ્રિજમાં રાખી અને પછી વસઈના દરિયામાં શરીરનાં ટુકડા ફેંકી દીધા હતા.