મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેયુવી 100નું નવું વર્જન કેયુવી 100 ટ્રીપ લોન્ચ કર્યું છે. જે બાયો ફ્યુઅલ (પેટ્રોલ-સીએનજી) અને ડીઝલ એન્જિનના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. સીએનજી કિટ સાથેની કેયુવી 100 ટ્રીપની કિંમત 5.16 લાખ એક્સ શોરૂમ-દિલ્હી અને ડિઝલ વેરિયન્ટની કિંમત રૂ.5.42 લાખ એક્સ શોરૂમ-દિલ્હી છે. આ 6 સીટર કોમ્પેક્ટ એસયુવી ડાયમંડ વ્હાઇટ અને ડેઝલિંગ સિલ્વર કલરમાં ઉપલબ્ધ છે.