સુપરસ્ટાર મહેશ બાબુના પિતા અને દિગ્ગજ તેલુગુ અભિનેતા કૃષ્ણાનું આજે સવારે નિધન થઈ ગયુ છે. સોમવારે હૃદયરોગની સમસ્યાને કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા પ્રમાણે ક્રિષ્નાને રવિવારે મોડી રાત્રે લગભગ 1:15 કલાકે હાર્ટ એટેક આવતા હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને તરત જ CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપવામાં આવ્યું અને સારવાર અને દેખરેખ માટે ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં ખસેડવામાં આવ્યા હતા. તેમની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી હતી. હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં મંગળવારે સવારે 4:00 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.