મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સતીષ ધુપેલિયાનું કોરોના વાયરસ સંબંધિત જટિલતાઓના કારણે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં નિધન થયું. તેઓ 66 વર્ષના હતા અને દક્ષિણ આફ્રિકામાં સામુદાયિક કાર્યકર તરીકે કાર્યરત હતા. તેમના પરિવારે આ સમાચારને કન્ફર્મ કર્યા છે.
સતીષ ધુપેલિયાની બહેન ઉમા ધુપેલિયા-મેસ્થરીએ આ ખબર કન્ફર્મ કરતા કહ્યું કે તેમના ભાઈનું કોવિડ-19 સંબંધિત જટિલતાઓના કારણે મૃત્યુ થયું છે. તેમણે જણાવ્યું કે તેમના ભાઈને ન્યૂમોનિયા થયો હતો અને ત્યારબાદ તેના ઉપચાર માટે તેઓ એક મહિનાથી હોસ્પિટલમાં હતા. સારવાર દરમિયાન તેઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા.