લ્યો, આ રહ્યા દસ્તાવેજો,ગુજરાત સરકારની મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ (એમજીએલઆઈ)માં અધ્યાપકપદ માટે અરજી કરવાની લાયકાત પણ નહીં ધરાવનાર ડૉ.મીશા વ્યાસને ઇન્ટર્વ્યૂમાં ઉપસ્થિત રહેલા ૧૩ ઉમેદવારોમાં ૧૩મા ક્રમેથી મૂકવામાં આવ્યાં હતાં, પરંતુ ખુલ્લેઆમ ચેડાં કરીને તેમને પહેલા ક્રમે લાવવાનું ભગીરથ કાર્ય કરાયું હતું.
ઇન્ટર્વ્યૂ લેનાર ડૉ.ગૌરાંગ જાની સહિતના વિષય નિષ્ણાતોએ આપેલા ગુણ સાથે ચેડાં કરીને મીશાને પહેલા ક્રમે લાવવા ૮૨ વર્ષના આજીવન પ્રાધ્યાપક ડૉ.બી.બી.પટેલે લાખો રૂપિયાના કન્સલ્ટન્સીના મોહમાં અંધ થઈને ગુનાહિત પ્રવૃત્તિ કરી હોવાના દસ્તાવેજી પુરાવા રાઈટ ટુ ઇન્ફર્મેશન (આર.ટી.આઈ.)માં સરદાર પટેલ સંશોધન સંસ્થાન-સેરલિપના સંસ્થાપક નિયામક ડૉ.હરિ હેમરાજભાઈ દેસાઈએ મેળવ્યા હતા. આ અને બીજા ઢગલાબંધ દસ્તાવેજો સરકારશ્રી અને ખાસ કરીને શ્રમ અને રોજગારના અધિક મુખ્ય સચિવ તેમ જ એમજીએલઆઈના ડીજી શ્રી વિપુલ મિત્રાને ઉપલબ્ધ કરાવાયા છતાં ડૉ.મીશા વ્યાસને મિત્રા કોઈ અકળ કે રહસ્યમય કારણસર રક્ષાકવચ પૂરું પાડી રહ્યા છે.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિયુક્ત કરેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકરનાં પત્ની ડૉ.કીર્તિ ઠાકરની કે સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપકની નિમણૂક રદ થઇ શકે પણ ગેરકાયદે નિયુક્ત ડૉ.મીશા વ્યાસને સુરક્ષાકવચ મળે યહ બાત કુછ હજમ નહીં હુઈ!