Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તમે કલ્પના કરી શકો કે બોલિવૂડના અભિનેતા અને અભિનેત્રીઓથી માંડીને જુદા જુદા રાજકીય નેતાઓ સૉશિયલ મીડિયા મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજીસ્ટ તરીકે કાર્યરત અમદાવાદ, ગુજરાતના એક યુવાનના ક્લાયન્ટ હોય?
તમે કલ્પના કરી શકો છો કે આ યુવાન પોતાની સ્ટાર્ટ-અપ કંપની પણ ચલાવતો હોય અને આઈ.ટી. કન્સલ્ટન્ટ તરીકે જુદી જુદી કંપનીઓ માટે પણ સેવાઓ આપતો હોય?
વળી આ યુવાન બે સંસ્થાઓ ક્રિકેટ એસોસિએશન ફૉર ધ બ્લાઈન્ડ ગુજરાત (સી.એ.બી.જી.) અને ગુજરાત બ્લાઈન્ડ ફૂટબૉલ ફેડરેશન (જી.બી.એફ.એફ.)ના વાઈસ-પ્રેસિડેન્ટ તરીકે પણ સેવાઓ આપે છે. આ બહુમુખી પ્રતિભાનું નામ છે, મહર્ષિ દેસાઈ.
મહર્ષિ દેસાઈના માર્ગદર્શનમાં બેઉ સંગઠનની ટીમોએ દેશ-વિદેશમાં વિવિધ કીર્તિમાન સ્થાપિત કરીને જુદા જુદા એવૉર્ડઝ, મેડલ્સ્ અને ટ્રોફીઝ પ્રાપ્ત કરેલી છે.
મહર્ષિ દેસાઈ સને 2016થી “છાત્ર સંસદ – ભારત”ના બૉર્ડ મેમ્બર તરીકે યુવા વિદ્યાર્થીઓની સેવાના ક્ષેત્રે પણ સક્રિય યોગદાન આપી રહ્યા છે.
સને 2010માં માત્ર 16 વર્ષની ઉંમરથી સૉશિયલ મીડિયા એક્સપર્ટ તરીકે સ્ટાર્ટ-અપ કરનાર ગુજરાતી યુવાન મહર્ષિ દેસાઈ અમદાવાદ અને ગુજરાતનું ગૌરવ છે.
સંખ્યાબંધ કીર્તિમાન સ્થાપિત કરનાર મહર્ષિ દેસાઈની સેલિબ્રિટીઝ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે પણ આગવી ઓળખ રહી છે.
ભારતમાં સને 2010માં ઈન્ટરનેટનો વપરાશ એ હદે ઓછો હતો કે દેશમાં ઈન્ટરનેટ સ્પીડની ઝાઝી ચર્ચા થતી નહોતી. આ અરસામાં દેશમાં એકમાત્ર સૉશિયલ મીડિયા એપ ફેસબૂક જ હતી. એ પછી સને 2011માં ટ્વીટરનું અને છેક સને 2013-14થી આપણે ત્યાં વૉટ્સ-એપનો વ્યાપ વધ્યો. આ સમયે સૉશિયલ મીડિયાની ભવિષ્યની તાકાત અને ઉપયોગિતા મહર્ષિ દેસાઈએ પારખી લીધી હતી અને ત્યારથી આ ક્ષેત્રે કેરિઅરનું સ્વયં ઘડતર કર્યું અને આજે સફળતાપૂર્વક સક્રિય છે.
સને 2012થી મહર્ષિ દેસાઈ ભાજપ યુવા મોરચા આઈ.ટી. સેલ કન્વીનર તરીકે અમદાવાદ જિલ્લામાં પણ સેવાઓ આપે છે. તેઓ સને 2015થી ફાઉન્ડર ચેરમેન તરીકે “ધપ્રાઈડગૃપ” કંપનીના નેજા હેઠળ સૉશિયલ મીડિયા કન્સલ્ટન્ટ, સેલિબ્રિટી મેનેજમેન્ટ, પી.આર. મેનેજમેન્ટ, મૂવી પ્રૉડક્શન અને મૂવી પ્રમૉશન, બ્રાન્ડ કન્સલ્ટન્ટ અને સૉશિયલ મીડિયા માર્કેટિંગ સ્ટ્રેટેજીસ્ટ તરીકે કાર્યરત છે. તેમનું “યુવાજોશ” નામનું મોટિવેશન આધારીત પુસ્તક પણ પ્રગટ થયું છે.
યુવા લેખક અને યુવા નેતામહર્ષિ દેસાઈનો જન્મ તા.27 નવેમ્બર, 1994ના રોજ વલસાડ ખાતે થયો. હાલ તેઓ અમદાવાદ ખાતે રહે છે. તેઓએ ડિપ્લોમા એન્જિનિયરિંગ અનેB.C.A. નો અભ્યાસ કર્યો છે.
યુવા બિઝનેસમેન, સૉશિયલ મીડિયા કન્સલ્ટન્ટ - સ્ટ્રેટેજીસ્ટ અને યુવા નેતા તરીકે મહર્ષિ દેસાઈએ યુવાવયે જ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
તેઓ વ્યવસાયે વેબ પોર્ટલ, સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં કાર્યરત છે અને “નમો ટાઈમ્સ” માસિકના ચીફ એડિટર અને “નમો ગ્રુપ ફાઉન્ડેશન”ના મુખ્ય સ્થાપક (સ્થાપનાઃ2013) અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે કાર્યરત છે.
આ સંસ્થા દેશના 19 રાજ્યોમાં અને ભારત સિવાય અન્ય 7 દેશોમાં પણ કાર્યરત છે. જેમાં (1) અમેરિકા, (2) બ્રિટન, (3) કેનેડા, (4) ઓસ્ટ્રેલિયા, (5) સાઉથ આફ્રિકા, (6) દુબઈ અને (7) સાઉદી અરબનો સમાવેશ થાય છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે તેમની સાથે તા.15 જૂન, 2011ના રોજ મહર્ષિ દેસાઈની મુલાકાત થઈ અને તેમની જિંદગીમાં આમૂલ પરિવર્તન આવી ગયું.
તેમને જાણે કે લેખક અને નેતા તરીકે સમાજ અને દેશ માટે કશુંક કાર્યપ્રદાન કરવા માટે આગળ વધવાની પ્રેરણા મળી ગઈ. આ પછી તો તેમને પ્રસંગોપાત મા.શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવાનું બનતું રહ્યું અને વિકાસની નવી નવી દિશાઓ ખુલતી ગઈ.
તેઓએ તા.15 ઓગસ્ટ, 2013ના રોજ“નમો ગ્રુપ ફાઉન્ડેશન”ની સ્થાપના કરી. આ એન.જી.ઓ. દ્વારા સમગ્ર દેશમાં અને વિદેશોમાં જનહિતનાં અને સમાજસેવાનાં વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવતા રહે છે. જનજાગરણ અભિયાન અને જનચેતના અભિયાન સંસ્થાના મૂળભૂત કાર્યો છે. જેમાં યુવાનોને વિવિધ કાર્યોમાં અને પ્રકલ્પોમાં જોડવાનું કાર્ય કરવામાં આવે છે.
હાલ સંસ્થાના 1.50 લાખ સક્રિય સભ્યો છે. સંસ્થા એકતા, સ્વાભિમાન, દેશપ્રેમ, સમાજસેવા, લોકશાહી કાર્યપ્રણાલિ, લોકઅધિકાર, શિક્ષણ, રોજગાર, કુરિવાજ નાબુદી ઝુંબેશ વગેરે જનચેતના કાર્યોમાં પ્રવૃત્ત છે. આ સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સેતુનું કાર્ય કરે છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ