ભારતે ગયા વર્ષે 36 લાખ ટન બિસ્કીટ ખાધા. રુપિયામાં ગણીએ તો,રુ. 37,500 કરોડના બિસ્કીટ ખવાયા. જો રાજ્યની રીતે વાત કરીએ તો મહારાષ્ટ્ર બિસ્કીટ ખાવામા પહેલા નંબરે છે. આ રાજ્યએ 1.90 લાખ ટન બિસ્કીટ ખાધા, જ્યારે સૌથી ઓછા બિસ્કીટ પંજાબ-હરિયાણા ખાય છે. બિસ્કીટ ઉત્પાદકોનું કહેવું છે કે દર વર્ષે દેશમાં 8 થી 10 ટકાએ બિસ્કીટનું વેચાણ વધી રહ્યું છે.