મહારાષ્ટ્રને આજે નવા મુખ્યમંત્રી મળશે. દેવેન્દ્ર ફડણવીસ સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. ગત વખતની જેમ સરકારમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDA શાસિત રાજ્યોના સીએમ પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.