મહારાષ્ટ્રના જલગાંવ માં સોમવાર સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત માં 15 શ્રમિકોનાં મોત થયા છે. મળતા રિપોર્ટ મુજબ જલગાંવના યાવલની પાસે પપૈયાથી ભરેલી ટ્રક પલટીગઈ, જેના કારણે આ કરૂણ ઘટના બની છે. પપૈયાથી ભરેલી ટ્રક ધૂલેથી રાવેલ તરફ જઈ રહી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લાશોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું. દુર્ઘટનાના કારણો વિશે હજુ જાણી શકાયું નથી.