મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકેથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા ઉપ-મુખ્યમંત્રી અજીત પવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી NCP, કોંગ્રેસ અને શિવસેનાના વરિષ્ઠ નેતાઓની ટ્રાઈડેંટ હોટલમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ અઘાડી ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. આ જાહેરાત પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સંઘર્ષના દિવસે બાલાસાહેબની યાદ આવે છે. મુખ્યમંત્રી બનવા પર અંગે સપનામાં પણ વિચાર કર્યો ન હતો.
ઉદ્ધવે NCP પ્રમુખ શરદ પવાર અને સોનિયા ગાંધીનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ તેમણે કહ્યું કે "મારા હિન્દુત્વમાં જુઠ્ઠાણું નથી. ભાજપએ અમારી મિત્રતા તોડી છે. પરંતુ હું મોટાભાઇને મળવા દિલ્હી જઇશ... અમે 30 વર્ષથી સાથે હતા, તેમણે વિશ્વાસ ન કર્યો." બાલાસાહેબ ઠાકરે કહેતા હતા કે જેને એકવાર વચન આપ્યું તો પાછળ ન હટવું. અમે આ મહારાષ્ટ્રને એક વાર ફરી મહારાષ્ટ્ર બનાવી દઇશું. જેવુ છત્રપતિ શિવાજી મહારાજે સપનુ જોયું હતું. ખેડુતોનો મુદ્દો મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે.
અમિત શાહને આમંત્રણ આપીશું
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ માટે ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ આપશે. શું શપથ ગ્રહણ સમારોહમાં PM મોદીને આમંત્રણ આપવામાં આવશે? તેના જવાબમાં રાઉતે કહ્યું કે હાં, અમે તમામને આમંત્રણ આપીશું, અમે અમિત શાહને આમંત્રણ આપીશું.