ગયા વર્ષે શિવસેનામાં વિભાજન થયા પછી ચૂંટણી પંચે તાજેતરમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને પક્ષનું નામ અને પ્રતીક સોંપ્યું હતું. આ સાથે મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા અસલી શિવસેના-નકલી શિવસેના વિવાદને વિરામ મળ્યો છે.
એકનાથ શિંદેએ શિવસેનામાં તેમને ટેકો આપતા ધારાસભ્યોને તોડીને મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા સમર્થિત સરકાર બનાવવાનું નિવેદન આપ્યું હતું. અમિત શાહની હાજરીમાં તેમના વખાણ કરતા તેમણે કહ્યું, "અમિત શાહ જીએ મને કહ્યું શિંદેજી તમે આગળ વધો. અમે તમારી પાછળ ચટ્ટાનની જેમ ઉભા રહીશું. શાહજીએ જે કહ્યું તે કર્યું."