દેશભરમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે અને તેની સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં દેખાઇ રહી છે. એશિયાના સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં ગુરુવારે કોરોના વાયરસનો બીજો પોઝિટિવ કેસ નોંધાયો છે. અહીં એક 54 વર્ષના સફાઇ કર્મચારીમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. ધારાવીમાં વસ્તી ગીચતાનું પ્રમાણ પણ વધુ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 335 કેસ નોંધાયા છે. 13 લોકોના મોત થયા છે.