મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ભલામણને સ્વીકારીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સ્વીકાર્યું છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની રાજ્યપાલની ભલામણ સામે શિવસેના સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ત્યારે આ તરફ NCP અને કોંગ્રેસએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
કોંગ્રેસ-NCPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણને લઇને કોંગ્રેસ અને NCPના નેતાઓએ બેઠક કરી હતી. બેઠક બાદ સંયુક્ત નિવેદનમાં પ્રફુલ પટેલે કહ્યું કે NCPને સત્તાવાર રીતે ગઇકાલે શિવસેનાએ જાણ કરી હતી. આ સંદર્ભે બન્ને પક્ષોમાં સહમતિ બનાવ્યા બાદ આગળની નીતિ નક્કી કરવામાં આવશે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કહ્યું કે ભાજપે લોકતંત્રની મજાક ઉડાવી છે. તેમણે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સનું પાલન કર્યું નથી. રાજ્યપાલે પહેલા ભાજપ ત્યારબાદ શિવસેના અને NCPને આમંત્રણ આપ્યું હતું પરંતુ કોંગ્રેસને હજુ સુધી આમંત્રણ મળ્યુ નથી જેની હું નિંદા કરું છું. આ મુદ્દે અમે વાતચીત કરીને સહમતિ થશે તો શિવસેનાનો સંપર્ક કરીશું. શરદ પવારે કહ્યું કે અમે ઉતાવળમાં નથી અને કોંગ્રેસ સાથે ચર્ચા કરીને શિવસેનાને સમર્થન આપવા વિશે નિર્ણય કરીશું.
શિવસેનાએ યોજી પ્રેસ કોન્ફરન્સ
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ પણ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે,અમને સરકાર બનાવાનો પૂરતો સમય ન આપ્યો અને અમે હજુ પણ સરકાર બનાવી શકીએ છીએ.
આ સાથે જ શિવસેના પ્રમુખે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, ભાજપ ખોટું બોલે છે 50-50ની ફોર્મ્યૂલા પર વાત થઈ હતી. જો કે, પરિણામો બાદ ભાજપે ફેરવી તોળ્યું અને શિવસેના સાથે સરકાર રચવાની વાત થઇ છે પરંતુ 50-50ની ફોર્મ્યૂલા પર કોઇ જ પ્રકારની વાત થઇ નથી તેમ જણાવ્યું હતું. વધુમાં ઉદ્ધવે કહ્યું કે ગઠબંધનને લઈને અમારી વાત NCP સાથે ચાલી રહી છે.