મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું છે. બન્ને રાજ્યોમાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. હરિયાણામાં ભાજપની સરકાર છે, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સત્તામાં છે. હરિયાણામાં ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપના 150 અને શિવસેનાના 126 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની ખાલી પડેલી છ વિધાનસભા બેઠક અમરાઈવાડી, રાંધણપુર, ખેરાલુ, બાયડ, લુણાવાડા અને થરાદ પર યોજાનારી પેટાચૂંટણી માટે પણ આજે મતદાન શરુ થઇ ગયું છે.